SBI CBO Recruitment 2026 | SBI Circle Based Officer (CBO) ભરતી – Eligibility, Salary, Selection Process

જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે કરિયર બનાવવાની તક આવી ગઈ છે. ભારતની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ નવી ભરતી જાહેર કરી દીધી છે. આ બેંકમાં તમને સારા પગારની સાથે કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ પણ મળી રહશે. આ લેખમાં તમે જાણશો કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત અને અનુભવ શો જોઈએ, અરજી કેવી રીતે અને ક્યારે કરવી, તથા પસંદગી પ્રક્રિયા અને પગાર સહિતની તમામ મહત્વની માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં આપવામાં આવી છે.

SBI CBO Recruitment 2026 | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્કલ બેઝડ ઓફિસર ભરતી 2026

વિષયમુખ્ય માહિતી
સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
શ્રેણીસરકારી
પોસ્ટCBO
ભરતી વર્ષ2026
અરજી તારીખ29-01-2026 થી 18-02-2026
પગારનિયમો મુજબ
સત્તાવાર વેબસાઈટhttps://sbi.bank.in/

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

SBI CBO ભરતી ની પ્રક્રિયા નક્કી થયેલ તારીખો મુજબ શરૂ થઈ ગઈ છે. સમયસર અરજી કરવી અને તૈયારી શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. નોંધણીની પ્રક્રિયા 29 જાન્યુઆરી 2026 ના રોજ શરૂ થઈ છે અને 18 ફેબ્રુઆરી 2026 ના રોજ સમાપ્ત થશે.

આ દરમિયાન જ તમારે ઓનલાઇન અરજી ફોર્મ ભરવું અને ફી ચૂકવવી જરૂરી છે. પરીક્ષાનું આયોજન માર્ચ 2026 માં કરવામાં આવશે, જેનો એડમિટ કાર્ડ પરીક્ષાના 10-12 દિવસ પહેલા જાહેર થશે. તમારી તૈયારીની યોજના આ તારીખોને ધ્યાનમાં રાખીને જ બનાવવી જોઈએ.

પ્રવૃત્તિ (Activity)તારીખ (Date)
ભરતી PDF જાહેર28 જાન્યુઆરી 2026
ઓનલાઇન અરજી શરૂ29 જાન્યુઆરી 2026
અરજી અને ફી ચુકવણીની અંતિમ તારીખ18 ફેબ્રુઆરી 2026
એડમિટ કાર્ડ જારી (અનુમાનિત)માર્ચ 2026
ઓનલાઇન પરીક્ષા (CBT) (અનુમાનિત)માર્ચ 2026

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ (Post Name & Vacancies)

આ ભરતી સર્કલ બેઝડ ઓફિસર (Circle Based Officer – CBO) ની જગ્યાઓ માટે છે. CBO એ SBI ના વિવિધ વર્તુળો (Circles)માં કામ કરતા અધિકારીઓ છે. કુલ 2273 જગ્યાઓ ભરવાની છે, જેમાંથી 2050 જગ્યાઓ નિયમિત ભરતી અને 223 જગ્યાઓ બેકલોગ ભરતી માટે છે.

આ જગ્યાઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા SBI વર્તુળોમાં વિભાજીત છે. દરેક રાજ્ય માટેની ખાલી જગ્યાઓ અલગ-અલગ છે અને ત્યાંની સ્થાનિક ભાષા આવડતી હોવી જરૂરી છે.

બાબતવિગત
પોસ્ટનું નામસર્કલ-આધારિત અધિકારી (Circle Based Officer – CBO)
કુલ ખાલી જગ્યાઓ2273
નિયમિત ભરતી જગ્યાઓ2050
બેકલોગ ભરતી જગ્યાઓ223
વર્તુળોઅમરાવતી, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઇ, ગાંધીનગર, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ, મહારાષ્ટ્ર, મુંબઈ મેટ્રો, નવી દિલ્હી, તિરુવનંતપુરમ
જાહેરાત નંબરCRPD/CBO/2025-26/18

આ માહિતી પણ જાણો – ભારતીય નૌકાદળ SSC ઓફિસર ભરતી 2026

પગાર (Salary)

ભારતીય સ્ટેટ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા પછી, તમને જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I) માં પગાર મળશે. શરૂઆતનો પગાર રૂ. 48,480/- થી શરૂ થશે અને કુલ વાર્ષિક પેકેજ રૂ. 10 લાખ ની આસપાસ રહેશે.

તમને બેંકના નિયમો મુજબ મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), મેડિકલ બેનિફિટ, લીઝ રેન્ટલ અને અન્ય ભથ્થા પણ મળશે. જો તમારી પાસે બેંકિંગનો અનુભવ છે, તો સેવાના દરેક વર્ષ માટે એક વધારાનું ઇન્ક્રિમેન્ટ પણ મળી શકે છે.

બાબતવિગત
પગાર ગ્રેડજુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I)
પે સ્કેલરૂ. 48480–2000/7–62480–2340/2–67160–2680/7–85920
પ્રારંભિક મૂળભૂત પગારરૂ. 48,480/- (અંદાજિત)
કુલ વાર્ષિક પેકેજ (અંદાજિત)રૂ. 8.5 લાખ થી 10 લાખ
અન્ય લાભોમહેંગાઈ ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), શહેર મહેર ભથ્થું (CCA), તબીબી, પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યુટી વગેરે.

આ માહિતી પણ જાણો – મિશન વાત્સલ્ય યોજના ભરતી

જરૂરી દસ્તાવેજ (Required Documents)

ઓનલાઇન અરજી ભરતી વખતે અને પછી ઇન્ટરવ્યૂમાં, તમારે કેટલાક જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી પડશે અને અસલ દસ્તાવેજો ચેક કરવા માટે રજૂ કરવા પડશે:

  1. ફોટો અને સહી: હાલનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીની સ્કેન કોપી.
  2. શૈક્ષણિક દસ્તાવેજ: 10મી, 12મી, સ્નાતકની માર્કશીટ/ડિગ્રી સર્ટિફિકેટ.
  3. અનુભવનો પુરાવો: હાલની/ભૂતપૂર્વ નોકરીની નિમણૂંક પત્ર, પગાર સ્લિપ, પ્રમોશન લેટર વગેરે.
  4. જન્મતારીખનો પુરાવો: 10મીની માર્કશીટ અથવા જન્મ પ્રમાણપત્ર.
  5. જાતિ/શ્રેણી પ્રમાણપત્ર (જો લાગુ પડે): SC/ST/OBC/EWS/PWD પ્રમાણપત્ર.
  6. સ્થાનિક ભાષા પ્રમાણપત્ર: 10મી/12મીની માર્કશીટ (જેમાં સ્થાનિક ભાષા વિષય હોય) અથવા ભાષા પ્રમાણપત્ર.
  7. આઈડી પ્રૂફ: આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઇસેન્સ (એક).
દસ્તાવેજનો પ્રકારઉદાહરણ
ફોટો અને સહીપાસપોર્ટ સાઇઝ ફોટો, સહીની સ્કેન કોપી
શૈક્ષણિક દસ્તાવેજ10મી/12મી/ગ્રેજ્યુએશનની માર્કશીટ અને સર્ટિફિકેટ
અનુભવ પ્રમાણપત્રનિમણૂંક પત્ર, પગાર સ્લિપ, રિલિવિંગ લેટર
ઉંમર પ્રમાણ10મીની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર
શ્રેણી પ્રમાણપત્રSC/ST/OBC/EWS/PWD જાતિનો દાખલો
ભાષા પ્રમાણપત્ર10મી/12મીની માર્કશીટ (ભાષા વિષય સાથે)
ઓળખ પ્રમાણઆધાર કાર્ડ, પેન કાર્ડ

પસંદગી પ્રક્રિયા (Selection Process)

SBI CBO પદ માટે પસંદગી ત્રણ તબક્કામાં થશે:

  1. ઓનલાઇન પરીક્ષા (Computer Based Test – CBT): આમાં બે ભાગ હશે. ટેસ્ટ A ઉદ્દેશ્ય પ્રશ્નોનો હશે (અંગ્રેજી, બેંકિંગ જ્ઞાન, સામાન્ય જાગૃતિ, કમ્પ્યુટર). ટેસ્ટ B વર્ણનાત્મક પરીક્ષા હશે (પત્ર લેખન અને નિબંધ).
  2. ઇન્ટરવ્યૂ (Interview): ઓનલાઇન પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
  3. સ્થાનિક ભાષા આવડત કસોટી (Local Language Proficiency Test): આ પરીક્ષા ફક્ત ક્વોલિફાઈંગ હશે (પાસ-ફેઈલ આધારિત). જે રાજ્ય માટે અરજી કરી છે, તે રાજ્યની સ્થાનિક ભાષા તમે બોલી અને લખી શકો છો એ સાબિત કરવું પડશે.

અંતિમ મેરિટ લિસ્ટ ફક્ત ઇન્ટરવ્યૂના માર્ક્સના આધારે તૈયાર થશે.

તબક્કોપ્રકારમાર્ક્સસમયમહત્વ
તબક્કો-1: ઓનલાઇન પરીક્ષા (CBT)ઉદ્દેશ્ય + વર્ણનાત્મક120 + 50 = 1702 કલાક 30 મિનિટક્વોલિફાઈંગ (પાસ થવું જરૂરી)
તબક્કો-2: ઇન્ટરવ્યૂવ્યક્તિગત ઇન્ટરવ્યૂ50અંતિમ મેરિટ માટે નિર્ણાયક
તબક્કો-3: સ્થાનિક ભાષા પરીક્ષાલેખિત/મૌખિકક્વોલિફાઈંગપાસ થવું જરૂરી, મેરિટમાં ગણતરી નહીં

વય મર્યાદા (Age Limit)

ભારતીય સ્ટેટ બેંકની આ ભરતી માટે અરજી કરતા ઉમેદવારનો જન્મ 1 જાન્યુઆરી 1996 અને 30 ડિસેમ્બર 2004 ની વચ્ચે થયો હોવો જોઈએ. એટલે કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિ પ્રમાણે, ઉમેદવાર ઓછામાં ઓછો 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નો હોવો જોઈએ. જોકે, વિવિધ શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

ઉમેદવારની શ્રેણીવય મર્યાદામાં છૂટ
જનરલ (General)કોઈ છૂટ નથી (મહત્તમ 30 વર્ષ)
OBC (Non-Creamy Layer)3 વર્ષ (મહત્તમ 33 વર્ષ)
SC/ST5 વર્ષ (મહત્તમ 35 વર્ષ)
શારીરિક અપંગ (PWD) – જનરલ10 વર્ષ (મહત્તમ 40 વર્ષ)
શારીરિક અપંગ (PWD) – OBC13 વર્ષ (મહત્તમ 43 વર્ષ)
શારીરિક અપંગ (PWD) – SC/ST15 વર્ષ (મહત્તમ 45 વર્ષ)
ભૂતપૂર્વ સૈનિક5 વર્ષ (મહત્તમ 35 વર્ષ)

અરજી ફી (Application Fee)

આ ભરતી માટે અરજી કરતી વખતે તમારે અરજી ફી ચૂકવવી પડશે. જનરલ અને OBC શ્રેણીના ઉમેદવારોએ રૂ. 750/- ની અરજી ફી ચૂકવવાની રહેશે. SC/ST અને PWD (શારીરિક અપંગ) શ્રેણીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની નથી. ફી ચૂકવણી ફક્ત ઓનલાઇન મોડ (નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, UPI) દ્વારા જ કરી શકાશે.

ઉમેદવારની શ્રેણીઅરજી ફી
જનરલ / OBC / EWSરૂ. 750/-
SC / ST / PWDરૂ. 0/- (કોઈ ફી નહીં)

શૈક્ષણિક લાયકાત અને અનુભવ (Educational Qualification & Experience)

આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) થયેલ હોવું જરૂરી છે. ફક્ત શિક્ષણ જ નહીં, પણ અનુભવ પણ આ ભરતીની ખાસ જરૂરિયાત છે.

ઉમેદવાર પાસે કોઈપણ વાણિજ્યિક બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં અધિકારી તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. આનો અર્થ એ છે કે નવા સ્નાતકો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.

બાબતજરૂરી લાયકાત
શૈક્ષણિક લાયકાતકોઈપણ વિષયમાં સ્નાતક (Graduation)
અનુભવકોઈપણ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અથવા રીજનલ રૂરલ બેંકમાં અધિકારી તરીકે ઓછામાં ઓછા 2 વર્ષ નો અનુભવ
સ્થાનિક ભાષાજે રાજ્ય/વર્તુળ માટે અરજી કરી રહ્યાં છો, તે રાજ્યની ભાષા (10મા અથવા 12મા ધોરણમાં એક વિષય તરીકે પાસ કરેલ હોવી જોઈએ અથવા ભાષા પ્રમાણપત્ર હોવું જોઈએ)

પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ (Exam Pattern & Syllabus)

ઓનલાઇન પરીક્ષા (CBT) પેટર્ન:

  • કુલ સમય: 2 કલાક 30 મિનિટ (150 મિનિટ)
  • કુલ પ્રશ્નો: 120 (ઉદ્દેશ્ય) + 2 (વર્ણનાત્મક)
  • કુલ માર્ક્સ: 120 + 50 = 170
  • નેગેટિવ માર્કિંગ: નથી. ખોટા જવાબ માટે કોઈ માર્ક્સ કપાશે નહિ.
ટેસ્ટ A: ઉદ્દેશ્ય પરીક્ષા (Objective Test)
વિષયપ્રશ્નોમાર્ક્સસમય
અંગ્રેજી ભાષા303030 મિનિટ
બેંકિંગ જ્ઞાન404040 મિનિટ
સામાન્ય જાગૃતિ / અર્થતંત્ર303030 મિનિટ
કમ્પ્યુટર યોગ્યતા202020 મિનિટ
કુલ1201202 કલાક
ટેસ્ટ B: વર્ણનાત્મક પરીક્ષા (Descriptive Test)
વિષયપ્રશ્નોમાર્ક્સસમય
પત્ર લેખન (Letter Writing)12530 મિનિટ
નિબંધ (Essay)125
ઉપ-કુલ25030 મિનિટ

મુખ્ય અભ્યાસક્રમ:

  • અંગ્રેજી: વાંચન સમજ, વ્યાકરણ, શબ્દભંડોળ, વાક્ય રચના, ક્લોઝ ટેસ્ટ.
  • બેંકિંગ જ્ઞાન: બેંકિંગ ટર્મ્સ, RBIની નીતિઓ, નાણાકીય સમાચાર, ક્રેડિટ પ્રક્રિયાઓ, ખાતા પ્રકાર.
  • સામાન્ય જાગૃતિ/અર્થતંત્ર: વર્તમાન બાબતો (રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય), ભૂગોળ, ઇતિહાસ, અર્થશાસ્ત્રની મૂળભૂત વિભાવનાઓ, બજેટ, મહત્વના દિવસો, પુરસ્કારો.
  • કમ્પ્યુટર: કમ્પ્યુટરની બેઝીક માહિતી, ઓપરેટિંગ સિસ્ટમ, MS Office, ઈન્ટરનેટ, નેટવર્કિંગ, સુરક્ષા.

ઓનલાઈન અરજી કરતા પહેલાં જાણવા જેવી મહત્વની બાબતો

  1. એક જ રાજ્ય માટે અરજી: તમે ફક્ત એક જ રાજ્ય/વર્તુળ માટે અરજી કરી શકો છો. બે કે તેથી વધુ રાજ્યો માટે અરજી કરવી મંજૂર નથી.
  2. સ્થાનિક ભાષા જ્ઞાન: જે રાજ્ય માટે અરજી કરો છો, તે રાજ્યની સ્થાનિક ભાષા તમને આવડતી હોવી જોઈએ અને તેનો પુરાવો રજૂ કરવો પડશે.
  3. ટ્રાન્સફર મર્યાદા: પસંદગી પછી, તમને જે વર્તુળમાં નિયુક્ત કરવામાં આવશે, ત્યાં ઓછામાં ઓછા 12 વર્ષ અથવા SMGS-IV ગ્રેડ સુધી પ્રમોશન મળે ત્યાં સુધી આંતર-વર્તુળ ટ્રાન્સફર મંજૂર નહીં થાય.
  4. અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો: નામ, જન્મતારીખ, શૈક્ષણિક માહિતી, અનુભવ વગેરે બરાબર ભરો. સબમિટ કર્યા પછી સુધારો થઈ શકશે નહીં.
  5. ફી રસીદ અને અરજી પ્રિન્ટઆઉટ: ફી ચૂકવણીની રસીદ અને ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી ભવિષ્યમાં જરૂર પડશે એટલે સાચવી રાખો.

કરિયર પાથ (Career Path)

SBI CBO તરીકે જોડાયા પછી તમારી કારકિર્દી સરસ રીતે આગળ વધશે:

  • પ્રોબેશન: નિમણૂંક પછી 6 મહિના નો પ્રોબેશન પીરિયડ રહેશે. આ દરમિયાન તમારું કામગીરી મૂલ્યાંકન થશે.
  • કન્ફર્મેશન: પ્રોબેશન સારી રીતે પૂર્ણ કર્યા બાદ, તમને જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ (JMGS-I) માં કન્ફર્મ કરવામાં આવશે.
  • પ્રમોશન: SBI માં સ્પષ્ટ કરિયર માર્ગ છે. કામગીરી અને વરિષ્ઠતાના આધારે તમે Middle Management (MMGS), Senior Management (SMGS) અને ટોચના પદો પર પહોંચી શકો છો.
  • શિક્ષણ અને તાલીમ: બેંક તરફથી વિવિધ પ્રોફેશનલ અને મેનેજમેન્ટ તાલીમો મળશે, જે તમારા કૌશલ્યને વધારશે.

એડમિટ કાર્ડ, પરિણામ અને કટ-ઓફ (Admit Card, Result & Cut-Off)

  • એડમિટ કાર્ડ: પરીક્ષાની તારીખના 10-12 દિવસ પહેલા SBI ની સત્તાવાર વેબસાઈટ પર જાહેર થશે. પ્રિન્ટ કાઢીને સાચવી રાખવું જરૂરી છે.
  • પરિણામ: દરેક તબક્કાનું પરિણામ (પરીક્ષા અને ઇન્ટરવ્યૂ) સત્તાવાર વેબસાઇટ પર રોલ નંબર/નામની યાદી સ્વરૂપે જાહેર થશે.
  • કટ-ઓફ: કટ-ઓફ માર્ક્સ રાજ્ય અને શ્રેણી પ્રમાણે અલગ-અલગ રહેશે. તે છેલ્લા પસંદ થયેલા ઉમેદવારના માર્ક્સ પર આધારિત રહેશે. ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ મેળવવા પર ધ્યાન રાખવું જોઈએ.

લેખિત પરીક્ષાની તૈયારી માટે ટિપ્સ (Written Exam Preparation Tips)

  1. અભ્યાસક્રમને સમજો: પહેલા સંપૂર્ણ અભ્યાસક્રમ અને પેટર્ન વાંચો અને કયા વિષયમાં તમારી કમજોરી છે તે શોધો.
  2. સમય મેનેજમેન્ટ: ઓનલાઇન પરીક્ષામાં દરેક વિભાગ માટે અલગ સમય મર્યાદા હોય છે. મોક પરીક્ષા આપીને તમારી ઝડપ અને ચોકસાઈ વધારો.
  3. વર્તમાન બાબતો પર ધ્યાન આપો: બેંકિંગ, અર્થતંત્ર અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર રોજ વાંચો.
  4. વર્ણનાત્મક પરીક્ષાની પ્રેક્ટિસ: અંગ્રેજીમાં પત્ર લેખન અને નિબંધ લખવાની રોજ પ્રેક્ટિસ કરો. બેંકિંગ, સામાજિક મુદ્દાઓ, તકનીકી જેવા વિષયો પર લખવાનો અભ્યાસ કરો.
  5. જૂના પ્રશ્નપત્રો: SBI અને અન્ય બેંક પરીક્ષાઓના જૂના પ્રશ્નપત્રો ઉકેલો. આથી પ્રશ્નોનું સ્વરૂપ સમજાશે.

ઇન્ટરવ્યૂની તૈયારી માટે ટિપ્સ (Interview Preparation Tips)

  1. સ્વયંનો પરિચય (Self Introduction): તમારો પોતાનો પરિચય, શિક્ષણ, અનુભવ અને SBI માં જોડાવાના કારણો સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી રજૂ કરી શકો તેવી તૈયારી કરો.
  2. બેંકિંગ જ્ઞાન: હાલની બેંકિંગ પરિસ્થિતિ, RBI ની નવીનતમ નીતિઓ, ડિજિટલ બેંકિંગ, લોન પ્રોડક્ટ્સ વગેરે વિશે સારી માહિતી લો.
  3. તમારા અનુભવ પર ધ્યાન: તમે પહેલાં કઈ બેંકમાં કામ કર્યું છે, તમારી જવાબદારીઓ શું હતી, તમે શું સીખ્યા એ બધું સ્પષ્ટ રજૂ કરો.
  4. સ્થાનિક ભાષા તૈયારી: જે રાજ્ય માટે અરજી કરી છે, તે રાજ્યની ભાષામાં સાદી વાતચીત કરી શકો એવી તૈયારી રાખો.
  5. શાંત અને આત્મવિશ્વાસી રહેવું: ઇન્ટરવ્યૂ દરમિયન શાંત રહો, સવાલો સાંભળીને જ જવાબ આપો. જો કોઈ સવાલ ન આવડતો હોય તો માફ કરો એવું કહો, ખોટો જવાબ આપવાનો પ્રયત્ન ન કરો.

અરજી પ્રક્રિયા (Application Process)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે, તમે નીચે આપેલ સ્ટેપ્સને ફોલો કરી ને સરળતાથી અરજી કરી શકો છો.

  1. SBI ની સત્તાવાર કારકિર્દી વેબસાઇટ sbi.co.in/careers પર જાઓ.
  2. “Current Openings”માં “Recruitment of Circle Based Officers – 2026” ની જાહેરાત શોધો અને નોટિફિકેશન PDF વાંચો.
  3. “Apply Online” લિંક પર ક્લિક કરી નોંધણી (Registration) કરો (નવા ઉપયોગકર્તા).
  4. લોગીન ID અને પાસવર્ડથી લોગીન કરો અને અરજી ફોર્મ ભરો.
  5. માંગવામાં આવેલા દસ્તાવેજો (ફોટો, સહી, શૈક્ષણિક દસ્તાવેજો) ની સ્કેન કોપી અપલોડ કરો.
  6. અરજી ફી ઓનલાઈન ચુકવો અને પ્રિન્ટઆઉટ લઈ લો.
  7. યાદ રાખો: અરજી ફોર્મ સબમિટ કરવા માટે 18 ફેબ્રુઆરી 2026 પહેલાનો અંતિમ સમય છે.

ભરતી સંબંધિત જરૂરી લિંક:

SBI CBO Recruitment 2026 : વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1: SBI CBO Recruitment 2026 માટે કોણ અરજી કરી શકે?
જવાબ: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને બેંકમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અધિકારી તરીકેનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

પ્રશ્ન 2: આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા કેવી છે?
જવાબ: ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પરથી સંપૂર્ણ ઓનલાઈન અરજી કરવી પડશે.

પ્રશ્ન 3: SBI CBO ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: SBI CBO Recruitment 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી 2026 છે.

પ્રશ્ન 4: SBI CBO પદ માટે વય મર્યાદા કેટલી છે?
જવાબ: ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે રિઝર્વ કેટેગરીને નિયમ મુજબ છૂટ મળશે.

પ્રશ્ન 5: SBI CBO ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?
જવાબ: SBI CBO Recruitment 2026 હેઠળ કુલ 2273 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 6: SBI CBO ની પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
જવાબ: પસંદગી ઓનલાઇન પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને સ્થાનિક ભાષા કસોટી આધારે કરવામાં આવશે.

પ્રશ્ન 7: SBI CBO નો પ્રારંભિક પગાર કેટલો છે?
જવાબ: SBI CBO પદ માટે પ્રારંભિક મૂળભૂત પગાર આશરે રૂ. 48,480/- રહેશે, સાથે અન્ય ભથ્થાં મળશે.

પ્રશ્ન 8: શું SBI CBO ભરતીમાં નેગેટિવ માર્કિંગ છે?
જવાબ: નહીં, SBI CBO ઓનલાઈન પરીક્ષામાં ખોટા જવાબ માટે કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

નિષ્કર્ષ: 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્કલ બેઝડ ઓફિસરના પદ માટે જે લોકોને બેંકમાં અનુભવ છે એમના માટે સારી તક છે. સ્પર્ધા રહેશે, પરંતુ સારી યોજના બનાવી તૈયારી અને અનુભવના આધારે તમે ચોક્કસ સફળતા મેળવી શકો છો. સમયસર અરજી કરો, અભ્યાસક્રમ પ્રમાણે ગંભીરતાપૂર્વક તૈયારી કરો અને આ સારા પગારવાળી અને માન વાળી નોકરી મેળવો. અમને આશા છે આ માહિતી તમને પસંદ આવી હશે, જો પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ અવશ્ય શેયર કરજો.

Disclaimer:

આ ભરતી સંબંધિત તમામ માહિતી SBI ની સત્તાવાર ભરતી જાહેરાત (CRPD/CBO/2025-26/18) પરથી તૈયાર કરવામાં આવી છે. ઉમેદવારોને સલાહ છે કે અરજી કરતા પહેલા SBI ની official website પર ઉપલબ્ધ notification એક વખત જરૂર વાંચે.

Leave a Comment